હૈયે હરખ ન હમાય, વ્હાલાના થયા ધામધૂમથી વધામણા, કાન્હા વિચાર મંચે જન્માષ્ટમીના તહેવારને દિપાવી દીધો એવું આયોજન કર્યું

Amazing Dwarka: દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાન્હા વિચાર મંચ દ્વારા એટલું સુંદર અને ભવ્ય આયોજન કર્યું હતું કે જન્માષ્ટમીના તહેવારની ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાન્હા વિચાર મંચના ભાઇઓ અને બહેનોએ દિવસ રાત મહેનત કરીને વ્હાલાના વધામણા કરવાની તૈયારી હતી જે ખરા અર્થમાં રંગ લાવી છે.

જેમાં ભવ્ય રથયાત્રા, વ્રજ રાસૌત્સવ, મટકી ફોડ સહિતના કાર્યક્રમોએ ઉત્સવ દિપાવી દીધો હતો. તો સૌથી આકર્ષક કાન્હા વિચાર મંચ દ્વારા કાઢવામાં આવેલી શોભાયાત્રા રહી હતી, જે દ્વારકા નગરીમાં ફરી વળી હતી અને આ રથયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

કાન્હા વિચાર મંચે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર ભવ્ય રથયાત્રા યોજી હતી. સમગ્ર દેશમાં એકમાત્ર કૃષ્ણ ભગવાનની એવી રથયાત્રા જેમાં કૃષ્ણની રાજાધિરાજ સ્વરૂપમાં બિરાજમાન હોય છે. જન્માષ્ટમીમાં વ્હાલાના વધામણા કરવા માટે રાજકીય નેતાથી લઇને આહીર સમાજના ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. જેમાં ભવ્ય રથયાત્રામાં લોકલાડીલા સંસદ પૂનમબેન માડમ, મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય હેમંત ખવા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં છે.

રાજાધિરાજના દરબારમાં નાના હોય કો મોટા તમામ ભક્તો એક સમાન હોય છે. ખાસ કરીને વ્હાલાના રથને હંકારવા માટે ભક્તો અધિરા બન્યા હતા. સૌકોઇએ આ લ્હાવો લઇને ધન્યતાની અનુભુતિ કરી હતી.

ખાસ કરીને આહીર સમાજના પુરુષો-મહિલાઓ ખાસ પારંપરિક વસ્ત્રો પરિધાન કરી આવ્યા હતા. ખાસ વાત તો એ કે આ રથયાત્રા આ વર્ષે બહેનોએ જ ચલાવી હતી.

કાન્હા વિચાર મંચની રથયાત્રામાં જોવા મળી કોમી એકતા

વ્હાલાના વધામણાનો રથ સમગ્ર દ્વારકા શહેરમાં ફરી નગરચર્યા કરી હતી. ઠેર ઠેર રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ રથયાત્રામાં કોમી એકતા પણ જોવા મળી હતી. રાજાધિરાજના રથને હંકારવા માટે મુસ્લિમ ભાઇઓ પણ હોંશે હોંશે જોડાયા હતા અને રથયાત્રા ખેંચી દ્વારકામાં હાજર તમામ ભક્તોનો જુસ્સો વધાર્યો હતો. એટલું જ નહીં મુસ્લિમ ભાઇઓએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ પણ લગાવ્યા હતા.

મટકી ફોડ કાર્યક્રમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો

દેવભૂમિ દ્વારકા જાણે કૃષ્ણ રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ખંભાળિયાથી લઇને ઓખા-બેટ દ્વારકા સુધી ગામે ગામ વહેલી સવારથી જ કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો કાન્હા વિચાર મંચ દ્વારા દ્વારકામાં મંદિર ચોક, તીન બત્તી ચોક, રબારી ગેટ સહિતના સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

વ્રજ રાસૌત્સવે જમાવ્યું આકર્ષણ

દ્વારકામાં યોજાયેલી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કાન્હા વિચાર મંચ દ્વારા કરવામાં આવ્યું હતું. દર વર્ષે કાન્હા વિચાર મંચ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે જેમાં રથયાત્રા, મટકી ફોડ અને વ્રજ રાસૌત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ વ્રજ રાસૌત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પારંપરિક પોષાકમાં ભાઇઓ અને બહેનોએ દ્વારકાધીશની નગરીમાં રાસ કર્યો હતો. આ દ્રશ્ય જોઇને જાણે વ્રજમાં વ્હાલો રાસ રમાડતો હોય તેવી અનુભૂતિ થઇ રહી હતી. તો દેવભૂમિ દ્વારકા અને જામનગરના સાંસદ અને લોકલાડીલા પૂનમબેન માડમ પણ આ રાસૌત્સવમાં ગરબે ઝૂમ્યા હતા.

https://www.youtube.com/live/ZNavC8WQACg?si=bqLmXl7_MNvkEo9O

કાન્હા વિચાર મંચનો ટૂંકો પરિચય

દ્વારકામાં છેલ્લા 5 વર્ષથી કાન્હા વિચાર મંચ દ્વારા અલગ અલગ રીતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમીની ઉજવણીમાં ભગવાન કૃષ્ણનું રાજાધીરાજ સ્વરૂપ અને વ્રજ રાસોત્સવ છે. જે આ વર્ષેથી લોકોમાં સૌથી મોટુ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. કાન્હા વિચાર મંચની શરૂઆત વર્ષ 2018થી થઈ છે.. નંદાણાના સતસંગી સુરદાસ વેજા ભગત ચાવડાને એક વખત વિચાર આવ્યો હતો કે ગુજરાતની જે ધરતી પર ભગવાન કૃષ્ણ 25 વર્ષના થઈને આવ્યા અને અહિંયા તેને પોતાના 100 વર્ષ વિતાવ્યા એવી આ દ્વારકા નગરીમાં આયોજન બાબતે નવુ શું કરવું ? જેથી આપણે બધાએ ભેગા થઈને કંઈક કરવું જોઈએ.

પુરુષો ગોવાળિયા અને મહિલાઓ જશોદાના રૂપમાં

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ગામડોઓની મહિલા મંડળો, કિર્તન મંડળો સહિતની મહિલાઓ આ ગ્રુપમાં હવે જોડાઈ છે. ગયા વર્ષે આ ગ્રુપમાં સાડા 600 મહિલાઓ જોડાઈ હતી. ગ્રુપના પુરૂષો ભગવાન કૃષ્ણના ગોવાળિયા પોતાને ગણાવે છે. જ્યારે આ ગ્રુપમાં જે મહિલાઓ જોડાઈ છે તેને મા જશોદાના રૂપમાં જોવામાં આવે છે.

આ પણ જુઓ !

જન્માષ્ટમીની ઉજવણી માટે દ્વારકા આવતા ભક્તો આ સુચના ખાસ વાંચી લેજો

વ્હાલાના વધામણા કરવા દ્વારકામાં તડામાર જન્માષ્ટમીની તૈયારીઓ; રોશનીથી ઝહમહાટ સાથે ભક્તોમાં ભારે ઉત્સુક્તા

નંદ ઘેર આનંદ ભયો; જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કાન્હા વિચાર મંચે તડામાર તૈયારી શરૂ કરી

વ્હાલાને વધાવવા સજ્જી ઉઠી છે દ્વારિકા; દ્વારકા રંગબેરંગી લાઈટોનાં શણગારોથી ઝગમગી ઉઠી

કાન્હા વિચાર મંચની સ્થાપના કઈ રીતે થઇ ? છેલ્લા 5 વર્ષથી યોજાઈ છે ભવ્યાતીભવ્ય કાર્યક્રમ

Leave a Comment