પવિત્ર માસ પુરૂષોતમ માસમાં યાત્રાધામ હર્ષદમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યુ

Amazing Dwarka; પવિત્ર માસ પુરૂષોતમ માસ અત્યારે ચાલી રહ્યો છે. ત્યારે પોરબંદર નજીક આવેલા યાત્રાધામ હર્ષદમાં અત્યારે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. અહિંયા હર્ષદ માતાના દર્શન કરવા માટે ભક્તો દુર દુરથી આવી રહ્યાં છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે.

પુરૂષોતમ મહિનામાં હર્ષદ યાત્રાધામમાં ભક્તો ઉમટી પડતા દુકાનદારોના ધંધામાં પણ તેજી જોવા મળી રહી છે. કોરોના બાદ મોટાભાગના ધંધામાં મંદી જોવા મળી રહી હતી. પણ હવે તહેવારો પણ નજીક આવી રહ્યાં છે અને અત્યારે પુરૂષોતમ માસ પણ ચાલી રહ્યો છે.. ત્યારે વેપારીઓને અત્યારે ખુબ ફાયદો થઈ રહ્યો છે.

ક્યાં આવેલુ છે આ મંદિર
આ મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગામમાં હરસિદ્ધિ માતાજીનું મંદિર આવેલુ છે. આ મંદિરનું મહાત્મ્ય અનેરૂ છે. આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા પર્વત પર બનેલુ છે.. જે કોયલા ડુંગર તરીકે પ્રખ્યાત છે.

કોયલા ડુંગરની ટોચે અને ડુંગરની તળેટીમાં એમ બંને જગ્યાએ માતાજીના મંદિરો છે. જેના દર્શન કરવા માટે લાખો ભક્તો દુર દુરથી આવે છે અને ધન્યતા અનુભવે છે. હરસિદ્ધિ માતાને લોકો હર્શલ, હર્ષદ, સિકોતેર અને વહાણવટી માતાના નામથી પણ ઓળખે છે. હરસિદ્ધિ માતા ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી પણ છે.

Leave a Comment