રક્ષાબંધન 30 કે 31 ઓગસ્ટે ? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે છે ?

રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનો દિવસ આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધીને ભાઈની રક્ષા માટે કામના કરે છે…. આ તહેવાર સદીઓથી ઉજવાઈ રહ્યો છે.. ત્યારે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટ, બુધવારના દિવસે ઉજવવામાં આવશે.. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે..

રક્ષાબંધન 30 ઓગસ્ટે કે 31 ઓગસ્ટે ?


રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટ બુધવારે સવારે 10.58 કલાકથી શરૂ થશે જે 31 ઓગસ્ટ ગુરૂવારે સવારે 7.5 કલાકે પૂર્ણ થશે.. આ દરમિયાન બહેનો ભાઈને રાખડી બાંધશે અને ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવનની કામના કરશે. આ સાથે જ ભાઈઓ પણ બહેનોને ગિફ્ટ આપીને રાજી કરશે.

રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ક્યારે ?

30 ઓગસ્ટના શ્રાવણ પૂર્ણિમા તિથિના દિવસે વહેલી સવારથી જ ભદ્રા શરૂ થશે. જે રાત સુધી ચાલશે. ભદ્રા પૂર્ણ થયા પછી જ બહેન ભાઇને રાખડી બાંધી શકશે. જ્યારે 31 ઓગસ્ટે સવારે 07.05 વાગ્યા સુધી શ્રાવણ પૂર્ણિમા તિથિ છે, તો તમે આ સમય સુધી રાખડી બાંધી શકો છો. ભદ્રાને કારણે રક્ષાબંધન બે દિવસ ઉઝવવામાં આવશે.

આમ જોઈએ તો રક્ષા બંધનના શુભ મુહૂર્ત 30 ઓગસ્ટના સાંજે છે એઠલે રાત્રે 9.01 વાગ્યા પછી બહેન ભાઈને રાખડી બાંધી શકે છે. આ મુહૂર્ત 31 ઓગસ્ટ સવારે 07:05 વાગ્યા સુધી રહેશે.

કેટલાક જ્યોતિષીઓના મતે 31મીએ આખો દિવસ રાખડી બાંધવી શ્રેષ્ઠ જ્યારે કેટલાકના મતે 30મીએ જ મુહૂર્ત.

જ્યોતિષીઓમાં મતમતાંતર છે.  કેટલાક જ્યોતિષીઓનું એમ પણ માનવું છે કે આ વખતે 30-31 ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન ઉજવી શકાશે.  જોકે, બે દિવસ રક્ષાબંધન ઉજવવા અંગે ઇન્કાર કરતાં જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે, ‘આ વર્ષે ગુજરાતમાં રક્ષાબંધન બે દિવસ નહીં એક જ દિવસ ઉજવાશે. આ વર્ષે શ્રાવણ મહિનાની પૂણમા તિથિ 30 ઓગસ્ટની સવારે 10:58થી 31 ઓગસ્ટની સવારે 7:58  સુધી રહેવાની છે.

આમ, રક્ષાબંધનનો શુભ સમય 30 ઓગસ્ટની સવારે 10:58થી 31 ઓગસ્ટની સવારે 7:58  સુધીનો રહેશે એવું પહેલી નજરે માનવામાં આવે છે. પરંતુ ભદ્રા વિષ્ટિ કરણ દોષ 30 ઓગસ્ટના રોજ સવારે 10:58ના શરુ થશે અને તે જ દિવસે રાત્રે 9:01 વાગ્યે સમાપ્ત થશે. એટલે કે બહેનો રાત્રે 9:01 વાગ્યાથી બીજે દિવસે સવારે 7:05 વાગ્યા સુધી રાખડી બાંધી શકશે તેવું જણાવવામાં આવે છે પરંતુ તે પણ અધૂરું અને ભૂલ ભરેલું છે.

31 ઓગસ્ટ ગુરુવાર ના રોજ આખો દિવસ રક્ષાબંધન કરી શકાશે અને દિવસ ચોખ્ખો અને શુદ્ધ છે તેના મુખ્ય કારણો એવા છે કે સવારે સૂર્યોદય સમયે 6:22 મિનિટે પૂણમા તિથિ છે, જેથી આખો દિવસ રાખડી બાંધી શકાશે. ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો અંબાજી, ખેડબ્રહ્મા ડાકોરમાં પણ શ્રાવણની પૂણમા રક્ષાબંધન 31 ઓગસ્ટે જ ઉજવામાં આવશે. જેના કારણે કોઈપણ શંકા રાખ્યા વિના બહેન પોતાના ભાઈને 31 ઓગસ્ટ ગુરુવારના રોજ આખો દિવસ રાખડી બાંધી શકશે. જો પૂણમા તિથિ એ રક્ષા બંધન કરવું હોય તો આજ દિવસે કરી શકાય અને આ સંપૂર્ણ દિવસ ભદ્રા વિષ્ટિ કરણ નો કોઈ જ અશુભ દોષ નથી. ‘

બીજી તરફ જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયાએ જણાવ્યું કે, ‘ શ્રાવણ સુદ 15 આ વખતે 30 ઓગસ્ટ-બુધવારના  સવારે 10:59થી શરુ થાય છે અને તે 31 ઓગસ્ટ- ગુરુવારના રોજ સવારે 7:06  સુધી છે. આ ઉપરાંત બુધવારના રોજ વિષ્ટિ રાત્રે 9:02 વાગ્યા સુધી છે, રાખડી બાંધવા માટે વિષ્ટિ કારણ ને મુહૂર્તમાં લેવાતું નથી છતાં કોઈ અનિવાર્ય કારણસર વિષ્ટિ ના પૂંછ ના સમય ને ધ્યાનમાં લેવામાં પણ આવે છે. 31 ઓગસ્ટ ગુરુવારના પૂનમ ત્રણ મુહૂર્તની નથી, માટે નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ ઉપરાંત મુહૂર્ત અંગેના ગ્રંથના સંદર્ભમાં રાખડી બાંધવા માટેનો યોગ્ય સમય છે. જ્યોતિષીઓના મતે 30 ઓગસ્ટના રાત્રે 9:05થી રાત્રે 10:55ના રાખડી બાંધવા માટે મુહૂર્ત છે.’

ભદ્રા એટલે શું?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રક્ષાબંધન પર ભદ્રા વિશે કહેવામાં આવે છે કે ભદ્રાને શાસ્ત્રો અનુસાર ભદ્રાને સૂર્યદેવની પુત્રી માનવામાં આવે છે. ભદ્રા યમરાજ અને શનિદેવની બહેન પણ છે.. જેથી જ્યોતિષમાં રક્ષાબંધન સમયે ભદ્રાવિષ્ટીને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. રક્ષાબંધન પર ભદ્રા હોવાથી બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધી શકતી નથી.

જો ભદ્વાના સમેય ચંદ્ર કન્યા, તુલા, ધનુ, મકર રાશિમાં હોય તો ભદ્રા પાતાલમાં રહે છે અને જો ચંદ્ર કર્ક, સિંહ, કુંભ, મીન રાશિમાં હોય તો ભદ્રા પૃથ્વી પર રહે છે.. જ્યારે ભદ્રાના સમયે જ્યારે ચંદ્ર મેષ, વૃષભ, મિથુન, વૃશ્ચિક રાશિમાં સ્થિત હોય છે ત્યારે ભદ્રા સ્વર્ગમાં રહે છે.

રક્ષાબંધનમાં કેવી રીતે બાંધશો રાખડી ?

રક્ષાબંધનના દિવસે બહેન સૌથી પહેલા ભાઈના માથા પર કંકુથી તિલક કરે છે. આ દિવસે પૂજાની થાળીમાં બહેને રાખડી, કંકુ, જોખા અને મોંઢુ મીઠી કરાવવા માટે કોઈ પણ એક મીઠાઈ મુકવી. હિંદુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય પહેલા તિલક લગાવવની પરંપરા છે. જેથી રાખડી બાંધતા પહેલા બહેને ભાઈને તિલક કરવું જે બાદ રાખડી બાંધીને ભાઈનું મોંઢુ મીઠુ કરાવવું.

આ પણ જુઓ !!

જ્ઞાન સહાયક ભરતીhttps://www.amazingdwarka.com/gyan-sahayak-bharti-2023-apply-online/
PM Yashshavi Yojnahttps://www.amazingdwarka.com/pm-yashasvi-yojana/

Leave a Comment