છેલ્લા કેટલાક સમયથી જીરુ ખેડૂતોને જલસા કરાવી રહ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં એક પછી એક રેકોર્ડ બ્રેક ભાવ બોલાઇ રહ્યાં છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતને જીરાનો 11,501/- પ્રતિ મણના ભાવ મળ્યા. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતને જીરુના એક મણના 10,700 રૂપિયા મળ્યા હતા. સારો ભાવ મળતાં માર્કેટિંગ યાર્ડમાં ભારે ચર્ચા જાગી હતી, તો ખેડૂતે મિઠાઇ વેંચીને ખુશી વ્યક્ત કરી હતી. આ વર્ષે સૌરાષ્ટ્ર, ઉંજા માર્કેટિંગ યાર્ડમાં જીરુ ધળબળાટી બોલાવી રહ્યું છે. મોટાભાગના યાર્ડમાં જીરુના ભાવ 10 હજારથી 11 હજાર સુધી પહોંચી ગયા છે.
ગોંડલ યાર્ડમાં જીરાના એક મણના 11,501/- ભાવ બોલાયો
હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું કે 22 જુન ગુરુવારના રોજ દેવભૂમી દ્વારકાના કલ્યાણપુર તાલુકાના આબરડી ગામના ખીમાભાઇ લખમણભાઇ પોતાનું 24 ગુણી જીરુ લઇને જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. અહીં કરણ ટ્રેડિંગ કાં.ના એજન્ટના માધ્યમથી હરરાજી શરૂ કરી હતી. ત્યારબાદ વિનુભાઇ નામના વેપારીએ આ જીરુની 20 કિલોના 10,700 રૂપિયાના ભાવે ખરીદી કરી હતી. અત્યારસુધીમાં પહેલીવાર એક મણ જીરુના 11,501 ભાવ મળતાં ખેડૂતવર્તુળમાં ચર્ચાઓ જાગી હતી.
છેલ્લા કેટલાક સમયથી જામનગર, રાજકોટ, ગોંડલ, ઊંજા સહિતના માર્કેટિંગ યાર્ડમાં જીરુના મોઢે માગ્યા ભાવ મળી રહ્યાં છે. અહીં 9000થી લઇને 10,800 સુધી ભાવ મળી રહ્યાં છે. જેમાં રાજકોટ APMCમાં 9000થી 10,500 સુધી જીરુના ભાવ રહ્યાં હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુના 11,501/- પ્રતિ મણ બોલાયો હતો. તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જીરુનો ઉંચો ભાવ 10,380 રૂપિયા રહ્યો હતો.