Amazing Dwarka: અત્યાર પવિત્ર માસ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જ્યારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે ભાણવડ નજીક આવેલા સુપ્રસિદ્ધ પ્રવાસન ધર્મસ્થળ એવા ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ત્યારે સરકારે શિવભક્તોની વર્ષો જુની માંગણી સરકારે સ્વીકારી લીધી છે. ભાણવડ નજીક આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે પૂર સંરક્ષણ દીવાલ બનાવવામાં આવશે.
ઇન્દ્રેશ્વર મહાદેવ પાસે વર્ષોથી ધોવાણના કારણે ૪.૫ કરોડ ફાળવાયા
ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી જગ્યા પર વર્ષોથી ધોવાણ થઈ રહ્યું છે. જેના માટે ઘણી વખત સરકારને રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ નિરાકરણ આવતુ ન હતું..અહિંયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દ્વારા પૂર સંરક્ષણ દિવાલનું નિર્માણ કરવા માટે સરકારી તંત્ર દ્વારા સાડા ચાર કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે.
ત્રિવેણી સંગમ કિનારે છે ઇન્દ્રેશ્વર મહાદેવ
ભાણવડ નજીક આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિર પાસેથી વર્તુ-2 નદી પસાર થાય છે. અહિંયાનો આ વિસ્તાર ત્રિવેણી સંગમ તરીખે ઓળખાઈ છે અને અહિંયા સ્નાન કરવાનું પણ મહત્વ છે. જેથી શ્રાવણ માસ અને શિવરાત્રિ દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. આ મંદિર પાસે વર્ષમાં એક વખત લોકમેળાનું પણ આયોજન કરવામાં આવે છે.
ત્યારે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલી જગ્યા પર વર્ષોથી થતું ધોવાણ અટકાવવા માટે ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાનએ પ્રોટેક્શન દીવાલ અનિવાર્ય હોય એવા અંગેની રજુઆત સરકારમાં કરી હતી. જેથી સરકારના નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પ્રોટેક્શન વોલનું નિર્માણ કરવા માટેની ગ્રાન્ટ મંજુર કરાવમાં આવી છે.
નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા પ્રોટેક્શન વોલ માટે સાડા ચાર કરોડની રકમ મંજુર કરી છે. જેથઈ હવે અહિંયા આગામી સમયમાં દોઢ કિલોમીટરની આરસીસી દિવાલ બનાવવામાં આવશે. જેથી જમીનનું થતું ધોવાણ અટકાવી શકાઈ.