બીપરજોઈ વાવાઝોડાનું સંકટ ટળીયુ ગુજરાત પરથી. આખરે ત્રણ દિવસ બાદ દ્વારકાધીશ ને ચડાવવામાં આવી આખી કાઢીએ ધજા. ભક્તો હર્ષાઆંસુ સાથે થયા ભાવવિભોર
બીપરજોય વાવાઝોડા રુપી આફત ગુજરાત પર મંડરાઇ રહી હતી જેથી લોકોની સુરક્ષા ને ધ્યાનમાં રાખીને તેમજ ભારે પવનને કારણે દ્વારકાધીશ ને અડધી કાઠી એ ધજા ચઢાવવામાં આવી હતી તેમજ એવો પણ દિવસ આવ્યો હતો કે જ્યારે દ્વારકાધીશ ને એક પણ રજા ચડાવાય ન હતી ત્યારે હવે વાતાવરણ ધીમે ધીમે શાંત થઈ રહ્યું છે જેના ભાગરૂપે દ્વારિકાધીશ ને આખી કાઠીએ ઘણા દિવસો બાદ ધજા ચડાવવામાં આવી હતી અને દ્વારકા નગરીના લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.
વાવાઝોડા બાદ આજે જગત મંદિર પર પૂર્ણકાઠીએ ધ્વજારોહણ કરા
અવારનવાર દ્વારકા પર કુદરતી આફતો આવતી રહેશે પરંતુ હર હંમેશ ગુજરાતી આફતમાંથી ઉગારનાર એક જ કાર્યો ઠાકર હોય છે આ વખતે પણ કાળીયા ઠાકરે સૌ કોઈને આ મુસીબતમાંથી ઉગારીને સાબિત કરી બતાવ્યું છે કે દ્વારકાના લોકોને કોઈ પણ આફત કાંઈ બગાડી શકે તેમ નથી દ્વારકા હર હંમેશ ભગવાન દ્વારિકાધીશના સાનિધ્યમાં સુરક્ષિત હતું છે અને રહેશે. હાલ ગુજરાતમાં તેમજ દેવભૂમિ દ્વારકા નગરી માંથી બી પર જોઈ વાવાઝોડા નામની કુદરતી આફત ટળી છે જે આમ જોઈએ તો રાયકા વિશે સૌને ઉગારીયા જ કહી શકાય કેમ કે જો બી પર જોઈ વાવાઝોડું ગુજરાત પર ત્રાટક્યું હોત તો કઈ કેટલા લોકોની જાન મુસીબતમાં મુકાત. અને અસંખ્ય જાનહાની થાત પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની દયાથી એક પણ જાનહાની દ્વારિકા નગરીમાં થઈ નથી જે એક પ્રકારનું ચમત્કાર જ ગણી શકાય.
- રાજ્યમાં વાવાઝોડાનું સંકટ ટળવાથી કરી વિશેષ પુજા
- ચાર દિવસ બાદ દ્વારકાધીશ મંદિરમાં ભગવાનના કર્યા દર્શન
- દ્વારકાધીશ મંદિરના શિખર પર ચઢાવવામાં આવી ધ્વજા
દ્વારકાના જગત મંદિર પર 3 દિવસ બાદ ધ્વજા આરોહણ થયું
બિપોરજોય વાવાઝોડું શાંત થઈ રહ્યું છે પણ વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ વચ્ચે વાવાઝોડા બાદ દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્યા છે અને ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને તેમણે ભગવાનના દર્શન કર્યા છે. જેની સાથે જ તેમણે પૂજા કરીને મંદિર પર ધ્વજા ચઢાવી છે.
દ્વારકા પરનું મોટુ સંકટ હટી જતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા ત્યારબાદ પુજા અર્ચના કરીને ધ્વાજારોહણ કર્યું હતું. સતત 3 દિવસ સુધી હર્ષ સંઘવી દ્વારકા જિલ્લામાં રોકાયા હતા અને સ્ટેન્ડ બાય રહી પરિસ્થિતિના તાગ મેળવી અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી.
રાજ્યમાં આવેલ વાવાઝોડાને લઈ રાજ્યના અનેક મંદિરો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે વાવાઝોડાને લઈ દ્વારકા મંદિર પણ બંધ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બે દિવસ ભક્તો માટે દ્વારકા મંદિર બંધ રહ્યા બાદ આજે ભક્તો માટે મંદિર ખોલવામાં આવ્યું છે. ત્યારે 4 દિવસ બાદ જગત મંદિરના શિખર પર ધ્વજાનું આરોહણ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે.