ગુજરાતના રાજકારણમાં નવો અધ્યાય શરૂ; લોકસભા ચૂંટણી માટે AAP અને કોંગ્રેસે હાથ મિલાવ્યા

Amazing Dwarka: કહેવાય છે કે રાજકારણમાં કોણ કોના મિત્ર છે અને કોણ કોના ક્ષત્રુ છે તે નક્કી કરવું અઘરું છે. તો રાજનીતિમાં ક્યારેય કોઇ કોઇનું કાયમી દુશ્મન કે મિત્ર પણ હોતું નથી. ભાજપ સામે વિપક્ષોએ મજબૂત ગઠબંધન બનાવી લીધું છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવાના લક્ષ્ય સાથે તમામ વિપક્ષી દળો એક મંચ પર આવી ગયા છે. ત્યારે ગુજરાતમાં પણ રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં આપ અને કોંગ્રેસ સાથે મળીને ભાજપે ટક્કર આપશે તેવું નક્કી કર્યું છે.

ભાજપ સામે એક થયેલા વિપક્ષી દળોએ પોતાને INDIA તરીકે ઓળખાવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ વિપક્ષી દળો એક થવાનું શરૂઆત થઇ ચૂકી છે. જેમાં આપના ઇશુદાન ગઢવીએ માહિતી આપતાં જણાવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ સાથે મળીને ચૂંટણી લડશે. પત્રકાર પરિષદ યોજીને ઇશુદાન ગઢવીએ આ માહિતી આપી હતી.

Leave a Comment