આફત આવી રહી છે; બિપરજોય વાવાઝોડું દ્વારકાથી 230 કી.મી દૂર, આજે જખૌ ટકરાશે

ભારતીય હવામાન વિભાગની અપડેટ મુજબ વાવાઝોડું દ્વારકાથી માત્ર 230 કી.મી દૂર છે. અને આવતીકાલે સાંજ સુધીમાં કચ્છના જખૌએ ટકરાશે. 120 થી 130 ની ઝડપે પવન ફૂકાંશે. અમેઝિંગ દ્વારકાને (#AmazingDwarka) આપને અપીલ ઘરમાં રહો સુરક્ષિત રહો

બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ બંદર પાસે પ્રતિ કલાક 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે આ સાથે IMDએ જણાવ્યું કે, આ વાવાઝોડું 15મી જૂને સાંજે ટકરાઈ શકે છે. IMDએ લેન્ડફોલ સમયે બિપોરજોયની ગતિ પ્રતિકલાક 150 કિલોમીટર સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે.

#AmazingDwarka Live Update

  • બિપોરજોય વાવાઝોડું તીવ્ર ગતિએ ગુજરાત તરફ વધ્યુ
  • – પૂર્વ ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધ્યું
  • – 7 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું
  • – જખૌથી માત્ર 240 કિમી દૂર તો દેવભૂમિ દ્વારકાથી 260 કિમી દૂર
  • – સૌરાષ્ટ્રના પોરબંદરથી 310 કિમી 
  • – પાકિસ્તાનના કરાચીથી 330 કિમી દૂર

સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ

ગુજરાતના 7 જિલ્લામાં વાવાઝોડાનો સૌથી વધારે ખતરો વધી રહ્યો છે. જેમાં દ્વારકાના ઓખા, સલાયા, વાડીનાર બંદર પર 10 નંબરનું સિગ્નલ છે. તથા કચ્છના માંડવી, જામનગર, પોરબંદરના દરિયાકાંઠે પણ 10 નંબરનું સિગ્નલ છે. બિપોરજોયના ખતરાને લઈ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવ્યા છે. બિપોરજોય વાવાઝોડાને કારણે દ્વારકા અને ઓખામાં 2500 જેટલા લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં રૂપેણ બંદર પ્રાથમિક શાળામાં લોકોને લવાયા છે. તેમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પ્રથમ લાવવામાં લાવ્યા છે.

વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 400 કિમી દૂર

કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તથા રાજકોટ, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદમાં ઝાડની નીચે આશરો ન લેવા તંત્રનું સૂચન છે. વાવાઝોડાની દિશા ઉત્તર – ઉત્તર પૂર્વ તરફ છે. બિપોરજોય વાવાઝોડુ પોરબંદરથી 350 કિમી દૂર છે. તથા વાવાઝોડુ બિપોરજોય દ્વારકાથી 400 કિમી દૂર છે.

વાવાઝોડુ નાલિયાથી 520 કિમી દૂર

બિપોરજોય વાવાઝોડા પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ વચ્ચે વાવાઝોડાની ગતિ ધીમી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જેમાં હાલમાં વાવાઝોડું 2 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આને જેના હિસાબે આગામી 24 થી 48 કલાકમાં ગુજરાતના દરિયાકિનારે ટકરાશે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આ વચ્ચે વાવાઝોડું પોરબંદરથી 390 કિમી દૂર છે તો દ્વારકાથી 430 કિમી દૂર છે. આ ઉપરાંત વાવાઝોડાનું લેન્ડફોલ તરીકે કચ્છ-ભૂજ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે જોવામાં આવી રહ્યું છે તે નાલિયાથી 520 કિમી દૂર વાવાઝોડું પહોંચ્યું છે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની ભારે અસર વર્તાશે

સાયક્લોન બિપોરજોયનો ગુજરાત પર ખતરો વધતો જોવા મળી રહ્યો છે. જેના વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં વાવાઝોડું વધુ તીવ્રતાથી આગળ વધ્યું હોય તે જોવા મળી રહ્યું છે. જેમાં બિપોરજોય એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બન્યું છે. વાવાઝોડાની દિશા ઉત્તર – ઉત્તર પૂર્વ તરફ જતી જોવા મળી છે. નોંધનીય છે કે, 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું વાવાઝોડું છે. જે હાલમાં બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 420 કિમી દૂર, દ્વારકાથી માત્ર 460 કિમી દૂર નલિયાના દરિયાકાંઠેથી વાવાઝોડું માત્ર 550 કિમી દૂર છે.

આ ઉપરાંત દરિયામાં 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો વચ્ચે રાત્રે દરિયામાં 195 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાની ભારે અસર વર્તાશે તેને જોતાં તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ થયું છે.

Leave a Comment