બિપોરજોય વાવાઝોડું રાજ્યમાં કાળો કહેર વર્તાવશે; અંબાલાલ પટેલે કરી આકરી આગાહી, હાલ જખૌથી 180 કી.મી દૂર

અંબાલાલ પટેલે કરી આકરી આગાહી: બીપરજોય વાવાઝોડું હાલ જખૌથી 180 કી.મી દૂર છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, બિપોરહોય વાવાઝોડું રાજ્યમાં કાળો કહેર વર્તાવશે, 650 કિમીના વિસ્તારમાં વાવાઝોડું અસર કરશે 150 કિમીની ઝડપે વાવાઝોડું આગળ વધશે, રાજ્યના અનેક સ્થળે પૂરની સ્થિતિનું નિર્માણ થશે.

અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળા વાવાઝોડા બિપોરજોયને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. IMD દ્વારા જણાવ્યા અનુસાર, બિપોરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું છે. બિપોરજોય વાવાઝોડું જખૌથી માત્ર 180 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાંચીથી 270 કિમી દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફુંકાશે.

ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર


વાવાઝોડું ગુજરાતની નજીક આવતા દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયામાં ઊંચા-ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સાથે જ દરિયમાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ગીર સોમનાથમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યાં છે.

ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટીમો તૈનાત


NDRFએ તોફાનનો સામનો કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટીમો તૈનાત કરી છે. ગુજરાતમાં 18 ટીમો એક્ટિવ રહેશે. આ ઉપરાંત એક ટીમ દાદર અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં પણ ટીમ હાજર રહેશે. ગુજરાતની વાત કરીએ તો NDRFની 4 ટીમો ગુજરાતના કચ્છ જિલ્લામાં, ત્રણ ટીમ રાજકોટમાં અને ત્રણ ટીમ દ્વારકામાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના જામનગરમાં બે ટીમો, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી, વલસાડ અને ગાંધીનગરમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં 14 ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 5 ટીમને મુંબઈમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીની ટીમને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. દરેક ટીમમાં લગભગ 35-40 કર્મચારીઓ છે.

આજે ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 જૂને અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વમાં ઘણી હલચલ જોવા મળશે. દરિયામાં 9 ફૂટથી લઈને 20 ફૂટ સુધીના તોફાની મોજા ઉછળશે. દરિયામાં હાઈ-ટાઈડ આવવાના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. ખતરો માત્ર દરિયામાંથી ઉછળતા મોજા અને તોફાનોનો જ નથી, હવામાન વિભાગ દ્વારા મુશળધાર વરસાદનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં રેકોર્ડબ્રેક વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વાદળ ફાટવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ જિલ્લામાં ભારે પવન ફૂંકાશે


મોરબીમાં 125થી 150 કિમી પ્રતિ કલાક, જામનગરમાં 120થી 140 કિમી પ્રતિ કલાક, દ્વારકામાં 120થી 145 કિમી પ્રતિ કલાક, જૂનાગઢમાં 100થી 120 કિમી પ્રતિ કલાક, પોરબંદરમાં 100થી 120 કિમી પ્રતિ કલાક, રાજકોટમાં 100થી 120 કિમી પ્રતિ કલાક, ભાવનગરમાં 60થી 70 કિમી પ્રતિ કલાક, સુરેન્દ્રનગરમાં 60થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

Leave a Comment