Amazing Dwarka: 15મી ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં આઝાદીની ખુશી મનાવવામાં આવી હતી. સ્કૂલ, તાલુકા અને શહેરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને ઉજવણી કરવામાં આવી હતી. જો કે વર્ષ 2013માં જામનગર જિલ્લામાંથી અલગ થઇને દેવભૂમિ દ્વારકાની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત માટે દરિયાકાંઠો ખુબ જ મહત્વ ધરાવે છે. આ દરિયાકાંઠે જ આવેલું છે દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા પ્રવાસન અને દરિયાઇ
દેવભૂમિ દ્વારકા અલગ જિલ્લો વર્ષ 2013માં 15મી ઓગસ્ટના દિવસે જાહેર કરવામાં આવ્યો હતો. અલગ જિલ્લો બન્યા બાદ દેવભૂમિ દ્વારકાનું વડું મથક ખંભાળિયા બન્યું હતું. અહીં તમામ પ્રકારના જિલ્લા કક્ષાના વહિવટ કરવામાં આવી રહ્યાં છે. દેવભૂમિ દ્વારકાના અન્ય મહત્વના સ્થળોમાં બેટ દ્વારકા, નાગેશ્વર, ઓખા છે. ચારધામ પૈકી એક યાત્રા ધામ દેવભૂમિ દ્વારકા છે, જેથી અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ દર્શનાર્થે આવે છે.
દેવભૂમિ દ્વારકા કચ્છના અખાત અને અરબી સમુદ્ર સાથે જોડાયેલો છે. અહીં માછીમારી અને પ્રવાસનનો ખુબ જ વિકાસ થયેલો છે. વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાની વસ્તીની તો વર્ષ 2011માં કરવામાં આવેલી વસ્તી ગણતરી પ્રમાણે 7,52,484 છે. દેવભૂમિ દ્વારકા ચાર હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે જ્યાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા કૃષ્ણનગરી તરીકે જાણીતું છે.