Dwarka Janmashtami : જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી ગયો છે. જ્યારે જગત મંદિર દ્વારકાધીશ મંદિરમાં અત્યારે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરને રંગબેરંગી લાઈટ્સ, ફુલહાર અને વિવિધ સુશોભીત વસ્તુઓથી શણગારવામાં આવ્યું છે. હજારો ભાવિક ભક્તો કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. ત્યારે દ્વારકાધીશ મંદિરમાં 7 સપ્ટેમ્બર એટલે કે ગુરૂવારે Dwarka Janmashtami ઉજવવામાં આવશે.

Dwarka Janmashtami ના દિવસે દર્શનનો સમય?
શ્રીજી નિત્ય ક્રમ મુજબ સવારે 6 વાગ્યે મંગલા આરતી કરવામાં આવશે. જેના દર્શન ભક્તો માટે 6 થી 8 રહેશે. જે બાદ સવારે 8 વાગ્યે ઠકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવશે. આ પછી ભગવાન દ્વારકધીશને ઉત્સવ અનુરૂપ 7 ભોગ ધરાવવામાં આવશે. સાંજે શયન ભોગ બાદ નિત્ય ક્રમ મુજબ મંદિર બંધ રહેશે.આ બાદ રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ પર્વ નિમિતે જન્મોત્સવ આરતી કરવામાં આવશે. કાન્હાના વધામણાંને લઇ ભક્તો માટે મોડી રાતના 2:30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે. જેથી ભાવિક ભક્તો દર્શનનો લ્હાવો લઈ શકે.

Dwarka Janmashtami માં દર્શન કરવા આવતા યાત્રીકો એ ધ્યાનમાં રાખવાના સુચનો
- દ્વારકાધીશ મંદિર દર્શને આવતા પહેલા આપનો કીમતી સામાન હોટેલ અથવા આપના ઉતારાના સ્થળે જ રાખીને આવવા વિનંતી છે.
- મંદિરે દર્શન કરતી વખતે તથા ભીડમાં આપણે પહેરેલા ઘરેણાં સાચવવા અને ચોર, ખિસ્સા કાતરુઓથી સાવધાન રહેવા વિનંતી છે.
- કોઇપણ ખિસ્સા કાતરુ… શંકાસ્પદ હિલચાલ કરતી વ્યક્તિ જણાય આવ્યે તુરત જ નજીકના પોલીસને જાણ કરવી…
- ઉપરોક્ત દર્શાવેલ મંદિરના દર્શનના સમય પત્રક મુજબ દર્શન કરવા માટે આવવાનો આગ્રહ રાખવો.
- કોઈ પણ પ્રકારની સહાયતા માટે નીચેના નંબરનો સંપર્ક કરવો.
Dwarka Janmashtami પોલીસ સહાયતા માટે કોનો સંપર્ક કરશો?
શંકાસ્પદ હિલચાલ કરતી વ્યક્તિ જણાઈ અથવા તો મદદની જરૂર હોય તો તમે પોલીસ સહાયતા કેન્દ્ર 7984245142 પર સંપર્ક કરવો અથવા તો દ્વારકા પોલીસ સ્ટેશન 7433975916 નંબર પર કોલ કરીને જાણ કરી શકો છો.

Dwarka Janmashtami ક્યાં ક્યાં પાર્કિંગ છે ?
જો તમે તમારા વ્હિકલનું પાર્કિગ કરવાનું વિચારી રહ્યાં હોય તો તમે ભડકેશ્વર રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પાર્કિંગ નંબર 9, પટેલ સમાજ રોડ પર શારદાપીઠ કોલેજમાં પાર્કિંગ નંબર-8, ઓખા- દ્વારકા હાઈવે પર રાવળા તળાવ પાસે પાર્કિંગ નંબર-7, દ્વારકા-ચરકતા હાઈવે પર આહિર સમાજની બાજુના ખુલ્લા પ્લોટમાં પાર્કિંગ નંબર -5, એજ રોજ પર આગળ ગુગળી 505 સ્કુલમાં પાર્કિંગ નંબર-6, દ્વારકા-પોરબંદર હાઈવે પર પાર્કિંગ નંબર -3 લાપીનોઝ પીઝા સેન્ટરની બાજુમાં, દ્વારકાઘીશ મંદિર તરફ જવાના રસ્તા પર હાથીગેટ પાર્કિંગ નંબર 1 અને 2 અને લાપીનોઝ પીઝા સેન્ટરની સામેની બાજુ પાર્કિંગ નંબર-4ની વ્યવસ્થા કરવામાં આવી છે.

Dwarka Janmashtami ક્યાંથી એન્ટ્રી મળશે ?
દ્વારકાધીશ મંદિરમાં જવા માટે તમે મુખ્ય હાઈવે પર આવેલા હાથીગેટથી એન્ટ્રી કરી શકશો. હાથી ગેટથી કિર્તી સ્તંભ, 56 સીડી દ્વાર પ્રવેશ થઈને તમે મંદિરમાં એન્ટ્રી કરી શકશો.

Dwarka Janmashtami પાવન દિવસે મંદિરના દર્શનનો સમય
શ્રીજીના દર્શન સવારે
૧) મંગલા આરતી | ૬.૦૦ કલાકે |
૨) મંગલા દર્શન | ૬ થી ૮ કલાકે |
૩) ખુલ્લેપડદા સ્નાન અભિષેકના દર્શન | ૮.૦૦ કલાકે |
૪) સ્નાન ભોગ | ૧૦,૦૦ કલાકે |
૫) શ્રૃંગાર ભોગ | ૧૦.૩૦ કલાકે |
૬) શૃંગાર આરતી | ૧૧.૦૦ કલાકે |
૭) ગ્વાલ ભોગ | ૧૧.૧૫ કલાકે |
૮) રાજભોગ | ૧૨,૦૦ કલાકે |
૯) અનોસર (મંદીર બંધ) | ૧૩.૦૦ કલાકે થી ૧૭.૦૦ કલાક |
શ્રીજી ના દર્શન સાંજે
૧) ઉથાપન દર્શન | ૧૭.૦૦ કલાકે |
૨) ઉથાપન ભોગ | ૧૭.૩૦ થી ૧૭.૪૫ કલાકે |
3) સંધ્યા ભોગ | ૧૯.૩૦ થી ૧૯.૪૫ કલાકે |
૪) સંધ્યા આરતી | ૧૯.૪૫ કલાકે |
૫) શયન ભોગ | ૨૦.૦૦ થી ૨૦.૧૦ કલાકે |
૬) શયન આરતી | ૨૦.૩૦ કલાકે |
૭) શયન અનોસર (મંદીર બંધ) | ૨૧.૦૦ ક્લાકે |
શ્રીજી ના દર્શન રાત્રે (તા ૦૮/૦૯/૨૦૨૩)
૧) જન્માષ્ટમી મહોત્સવની આરતી દર્શન | ૦૦.૦૦ કલાકે |
૨) અનોસર (મંદીર બંધ ) | ૦૨.૩૦ કલાકે |
Dwarka Janmashtami પારણા નોંમ દિવસે મંદિરના દર્શનનો સમય
શ્રીજી ના દર્શન સવારે
૧) શ્રીજી નો પારણા ઉત્સવ | ૦૭.૦૦ કલાકે |
૨) અનોસર (મંદીર બંધ) | ૧૦.૩૦ કલાક થી ૧૭.૦૦ કલાક |
શ્રીજી ના દર્શન સાંજે
૧) ઉથાપન દર્શન | ૧૭.૦૦ કલાકે |
૨) નીત્ય ક્રમ મુજબ દર્શન | ૧૭.૦૦ થી ૧૮.૦૦ કલાકે |
3) શ્રીજી ના અભીષેક પુજા (બંધ પડદો) | ૧૮.૦૦ થી ૧૯.૦૦ કલાકે |
૪) શ્રીજી ના દર્શન | ૧૯.૦૦ થી ૧૯.૪૫ કલાકે |
૫) સંધ્યા આરતી | ૧૯.૪૫ કલાકે |
૬) શયન ભોગ | ૨૦.૧૦ કલાકે |
૭) શયન આરતી દર્શન | ૨૦.૩૦ ક્લાકે |
૮) શયન અનોસર (મંદીર બંધ) | ૨૧.૩૦ કલાકે |
1 કિલોમીટરની ત્રીજ્યામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
આગામી જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં દેશ-વિદેશમાંથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે તેમજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવે પધારે છે. હાલના સંજોગોમાં ડ્રોન દ્વારા હુમલાઓ થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. કોઈ દેશ વિરોધી તત્વો દ્વારા અથવા અસામાજિક તત્વો દ્વારા દ્વારકા ખાતે જન્માષ્ટમીના તહેવાર દરમ્યાન ડ્રોનથી હુમલો કરી બનાવને અંજામ ન આપે તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શ્રી દ્વારકાધીશ જગત મંદિરની આસપાસની ૦૧ કિલોમીટરની ત્રીજ્યામાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, દેવભૂમિ દ્વારકાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ તા.૧૦/૦૯/૨૦૨૩ સુધી શ્રી દ્વારકાધીશ જગત મંદિરની આસપાસની ૦૧ કિલોમીટરની ત્રીજ્યામાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ પણ જુઓ !
નંદ ઘેર આનંદ ભયો; જન્માષ્ટમીએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન, કાન્હા વિચાર મંચે તડામાર તૈયારી શરૂ કરી
વ્હાલાને વધાવવા સજ્જી ઉઠી છે દ્વારિકા; દ્વારકા રંગબેરંગી લાઈટોનાં શણગારોથી ઝગમગી ઉઠી
Read More : https://dwarkajanmashtamihelpdesk.com/
5 thoughts on “Dwarka Janmashtami ; જન્માષ્ટમીની ઉજવણી માટે દ્વારકા આવતા ભક્તો આ સુચના ખાસ વાંચી લેજો”