સાળંગપુર વિવાદનો અંત ? કોઠારી સ્વામીએ 2 દિવસની શું આપી બાંહેધરી ? ઇન્દ્રભારતી બાપુએ શું કહ્યું ?

સાળંગપુર વિવાદનો અંત ? : સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે જ ભીંતચિત્રોમાં હનુમાનજીને પ્રણામ કરતા દેખાડતા વિરોધનો વંટોળ ઉભો થયો હતો, હનુમાનજીના અપમાનને લઇને સનાતન ધર્મના સંતોએ ખુબ જ વાંધો ઉઠાવ્યો હતો. મોટાભાગના સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિરુદ્ધ નિવેદન અને રોષની લાગણી વ્યક્ત કરી હતી. અનેક દિવસથી ચાલી રહેલા આ સાળંગપુર વિવાદનો અંત આવ્યો છે. જેમાં હનુમાનજીના ભીંત ચિત્રો હટાવી લેવામાં આવશે તેવી સાળંગપુર કષ્ટભંજન મંદિરના સંચાલકો દ્વારા બાંહેધરી આપવામાં આવી છે.

સાળંગપુર વિવાદનો અંત ? : બે દિવસમાં હટાવી લેવામાં આવશે ભીંત ચિત્રો

સાળંગપુરમાં હનુમાનજીના ભીંત ચિંત્રોને લઈને ગુજરાત ભરના સનાતન ધર્મના સંતો મેદાને પડ્યા હતા. જેમાં સાળંગપુર મંદિરે વિરોધ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો હતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે બેઠક કરી હતી જેમાં બે દિવસમાં વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી છે. તો કોઠારી સ્વામિએ રેલીમાં આવેલા સંતોને જણાવ્યું કે બે દિવસમાં ભીંત ચિત્રો હટાવી લેવામાં આવશે. સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રો મામલે સાધુ સંતો અને સ્વામિનારાયણ સંતો સાથે બંધ બારણે બેઠક થઈ હતી. આ બેઠકમાં ભીંતચિત્રોને લઈને ઉભા થયેલા વિવાદનો સુખદ અંત લાવવા ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સાળંગપુરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવવા આશ્વાસન આપ્યું છે.

કોઠારી સ્વામીએ બાંહેધરી

વિવાદના પગલે સંતોનું પ્રતિનિધિ મંડળ સાળંગપુર ખાતે ચર્ચા કરવા પહોંચ્યુ હતું. પ્રતિનિધિ મંડળની રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ફરી આવું નહીં થાય તેવી કોઠારી સ્વામીએ બાંહેધરી આપી હતી. તો ટૂંક સમયમાં નિરાકરણ લાવવાનું આશ્વાસન અપાયું છે. આ બેઠકમાં કોઠારી સ્વામી સહિતના સંતો સાથે થયેલી ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માટે કોઠારી સ્વામીએ 2 દિવસનો સમય માંગ્યો છે. જો ભીતચિત્રો હટશે તો સાળંગપુર વિવાદનો અંત સુખદ આવશે.

સાળંગપુર વિવાદનો અંત મામલે ઇન્દ્રભારતીય બાપુએ શું કહ્યું ?

ઉલ્લેખનીય છે કે સાળંગપુર મંદિર દ્વારા વિવાદસ્પદ ભીંત ચિંતરો હટાવવાની બાંહેધરી અપાતા સાળંગપુર વિવાદનો અંત આવી રહ્યો હોઈ તેમ લાગી છે. આં મામલે ગિરનારના સંત ઇન્દ્રભારતીય બાપુએ જણાવ્યું કે બે દિવસમાં હનુમાનજીના ભીંત ચિત્રો હટાવી લેવામાં આવશે. અને આગામી દિવસોમાં આ પ્રકારની ભૂલ ણ થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

સાળંગપુર વિવાદનો અંત? સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સાથે સ્ટેજ ઉપર પણ નહીં બેસે

સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોનો વિવાદમાં આજે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. સંત સંમેલનમાં સાધુ-સંતો દ્વારા માટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાધુ-સંતોએ નિર્ણય લીધો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિર ખાતે જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં. લંબે નારાયણ આશ્રામ ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ છે. જેમાં રાજ્યભરના મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે.

સાળંગપુર વિવાદનો અંત ? સનાતન ધર્સામના સાધુ સંતોએ પ્રતિજ્ઞા લીધી હતી

તમામ હાજર રહેલા સંતો મહંતોએ પ્રતિજ્ઞા લઇ કીધું હતુ કે આજથી સ્વામિનારાયણના સંતોને આવકારીશું નહીં. આજથી અમે કોઇપણ દિવસ સ્વામિનારાયણ સંતોના આમંત્રણને સ્વીકારીશું નહીં. સનાતન ધર્મની અંદરથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.સ્વામિનારાયણ સંતોનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજથી સ્વામિનારાયણ સંતોના આમંત્રણને સ્વીકારવામાં આવશે નહિ. સનાતન ધર્મની અંદરથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના સરખેજમાં સંત સંમેલન યોજાયું હતું. તેમાં અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં સંમેલન યોજાતા હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ સંતોમાં આક્રોશ જોવા મળ્યો છે.

સાળંગપુર વિવાદનો અંત? સ્વામિનારાયણ સંપ્રદાય સામે નવી વ્યુહરચના બનાવાશે

સાધુ સંતોની બેઠક હિન્દુ સંપ્રદાય દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની સાથે સ્ટેજ ઉપર બેસવા ન દેવાનો નિર્ણય લેવામાં
આવ્યો છે. આ સાથે બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાય સામે નવી વ્યુહરચના પણ બનાવવા માટેનો નિર્ણય પણ કરવામાં આવ્યો.

સાળંગપુર વિવાદનો અંત? મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતાં

જેમાં મહામંડલેશ્વર માં વિશ્વેશ્વરી ભારતીજી માતા, મહામંડલેશ્વર શ્રી કલ્યાણનંદ ભારતી બાપુ, મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ સરખેજ, મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જૂનાગઢ, મોહનદાસ બાપુ, દિલીપ દાસ બાપુ, જ્યોતિ નાથ બાપુ, દેવનાથ બાપુ કચ્છ, મહામંડલેશ્વર પ્રેમાનંદ બાપુ, રાજાશાસ્ત્રી બાપુ દાહોદ, હર્ષદ ભારતી બાપુ નાસિક સહિત મોટી સંખ્યામાં સંતો હાજર રહ્યા હતા.

Watch Video : https://www.instagram.com/reel/CwuYDFrsEEu/?igshid=MWZjMTM2ODFkZg==

આ પણ જુઓ !

સાળંગપુર વિવાદ કેમ વકર્યો ? ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર કોણ છે ?

સાળંગપુરમાં શું છે વિવાદ? શું છે ભીંત ચિંત્રોમાં? સાધુ-સંતો કેમ છે નારાજ ?

સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર, અમદાવાદમાં સનાતન ધર્મના સાધુ-સંતોની મોટી જાહેરાત

Leave a Comment