આનંદો; GSRTC એસટી વિભાગમાં આવી બમ્પર ભરતી, 10 પાસ યુવાનો પણ કરી શકશે અરજી, વાંચો સંપૂર્ણ વિગત

Amazing Dwarka: છેલ્લા કેટલાક સમયથી સ્પર્ધાત્મક પરિક્ષાનું ચલણ વધી ગયું છે. સરકારી નોકરી માટે યુવાનોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક નાની-મોટી સરકારી ભરતીમાં મોટી સંખ્યામાં યુવાનો રસ દાખવી ફોર્મ ભરી રહ્યાં છે. હાલમાં જ એસટી વિભાગમાં નવી ભરતીના સમાચાર આવતા અનેક યુવાનો તૈયારીમાં લાગી ગયા છે. એસટી બોર્ડમાં એક સાથે 500થી વધારે કર્મચારીઓ નિવૃત થતાં ડ્રાયવર કંડક્‍ટર સહિત અનેક જગ્યા પરની ભરતી આવી છે. જેથી હવે એસટી નિગમ દ્વારા નવા ડ્રાઈવર, કંડક્‍ટર, મિકેનિક અને ક્લાર્ક સહિતના લોકોની ભરતી કરવામાં આવનાર છે. ગુજરાત એસટી બસ એ રાજ્યની જીવાદોરી સમાન છે. જે એસટી બસમાં બેસી લોકો શહેર અને જિલ્લામાં ખૂણે ખૂણે સુધી પહોંચી શકે છે. જે એસ.ટી બસ નિગમમાં નવી ભરતી કરવામાં આવશે. જેથી એસટી વિભાગને સારી રીતે ચલાવી શકાઈ.

ST Job Vacancy

કેવી છે આ ભરતી ?

અત્યારે STવિભાગે નવી ભરતીનું આયોજન કર્યું છે. જેમાં એસ ટી વિભાગ કુલ 8,841 કર્મચારીર્મચારીઓની ભરતી કરશે. મળતી માહિતી અનુસાર 2784 ડ્રાઇવર, 2034 કંડકટર, 2420 મિકેનિક અને 1603 ક્લાર્કની ટૂંક સમયમાં કરવામાં આવશે. એસ.ટી.નિગમ દ્વારા ડ્રાયવર, કંડક્ટર, મિકેનીક અને ક્લાર્ક એમ મળી કુલ 8841 કર્મચારીર્મચારીઓની ભરતી કરવાનું આયોજન છે. જેના થકી મુસાફર જનતાને વધુ સારી સવલત આપી શકાઈ. નિગમના એમડીએ કહ્યું કે ખાલી જગ્‍યા સામે ઝડપી અને સીધી ભરતી કરવામાં આવશે. આ સાથે જ સંચાલન પર કોઈ અસર ન થાય તે રીતે આ આખી પ્રક્રિયા કરવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશથન ટૂંક સમયમાં જ બહાર પડશે

થોડા સમય પહેલા જ રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું હતું કે એસટી વિભાગમાં મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે હવે GSRTC વિભાગે પણ સત્તાવાર જાહેરાત કરી છે કે કંન્ડક્ટર, ડ્રાઇવર અને ટેક્નિકલ સ્ટાફની ભરતી કરવામાં આવશે. જો કે વિગતવાર એટલે કે તારીક, શૈક્ષણિક લાયકા, પગારધોરણ સહિતની માહિતી ભરતીના નોટિફિકેશન બાદ જ જાહેર કરવામાં આવશે.

હાલમાં જ એસટી વિભાગે ભાડુ વધાર્યું

હાલમાં જ એસી.ટી, વિભાગ દ્વારા એસટી બસના ભાડમાં વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ વર્ષ 2014 પછી એસ.ટી.નિગમનું આર્થિક ભારણ ખૂબ જ વધી ગયું છે. લગભગ છેલ્લા 10 વર્ષથી ગુજરાત એસ.ટી. દ્વારા કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે દ્વારા દરા વર્ષે ભાડા વધારો કરવામાં આવ્યો છે.

13 thoughts on “આનંદો; GSRTC એસટી વિભાગમાં આવી બમ્પર ભરતી, 10 પાસ યુવાનો પણ કરી શકશે અરજી, વાંચો સંપૂર્ણ વિગત”

Leave a Comment