Amazing Dwarka: શિક્ષણ વિભાગ દ્વારા હાલમાં જ જ્ઞાન સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવી છે..
Gyan Sahayak Bharti 2023 ની ક્યારથી અરજી શરૂ થશે ?
જે માટેની ઓનલાઈન અરજી તમે આગામી 26 ઓગસ્ટથી કરી શકશો… જે પણ ઉમેદવારો જ્ઞાન સહાયકના પદ પર અરજી કરવા માંગતા હોય તેઓ 26 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે…
Gyan Sahayak Bharti 2023 ભરતીમાં પગાર ધોરણ કેટલો હશે ?
મળતી માહિતી અનુસાર આ આખી પ્રક્રિયા ઓનલાઈન રહેશે… અને કરાક અધારિત શિક્ષકને 24 હજારનો પગાર આપવામાં આવશે,.. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. 11 મહિનાના કરાર આધારિત આ ભરતી કરવામાં આવશે.
Gyan Sahayak Bharti 2023 માટે લાયકાત શું ?
Gyan Sahayak Bharti 2023 માટે અરજી કરવા માંગતા વ્યક્તિની વય મર્યાદા વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ… ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માટે શાળા કક્ષાએ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
Gyan Sahayak Bharti 2023 ની અરજી કઈ રીતે કરવાની રહેશે ?

ઉમેદવારે ઓન-લાઇન અરજી http://gyansahayak.ssgujarat.org વેબસાઇટ પર જઇ કરવાની રહેશે. ઉમેદવારે અરજી કરતાં પહેલા વેબ સાઇટ પર મૂકેલ ઉકત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂંકનો પ્રાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઇપણ અરજી સ્વીકારવામાં આવશે નહી. તદ્દઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઇ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફસ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
અરજી માટે | http://gyansahayak.ssgujarat.org |
આ પણ જુઓ !!
જ્ઞાન સહાયક ભરતી | https://www.amazingdwarka.com/gyan-sahayak-bharti-2023-apply-online/ |
PM Yashshavi Yojna | https://www.amazingdwarka.com/pm-yashasvi-yojana/ |
10 thoughts on “Gyan Sahayak Bharti 2023 ની જાહેરાત; 24,000/- નો મળશે પગાર”