Amazing Dwarka; બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને મોરારીબાપુ વચ્ચે ઐતિહાસિક મુલાકાટ થઇ હતી. 15મી ઑગસ્ટના દિવસે UK ની સૌથી જુનિયર કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા મારારીબાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, હિન્દૂ અને ભગવાનમાં વિશ્વાસ ધરાવતા બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક પહોંચ્યા હતા. મોરારીબાપુ અને ઋષિ સુનક વચ્ચેની મુલાકાતે ભારે ચર્ચા જગાવી છે. કથામાં હાજરી આપવા પહોંચેલા બ્રિટનના PM ઋષિ સુનકે એવુ ભાષણ આપ્યું કે કથા હોલમાં હાજર તમામ લોકો પ્રભાવિત થઇ ગયા હતા. તો સોશ્યિલ મીડિયા પર પણ વિડિઓ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો બંને મહાનુભાવોના ખુબ જ વખાણ કરી રહ્યા છે.
એવુ તે શું કહ્યું બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ?
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે સૌપ્રથમ ખુબ જ ઉત્સાહપૂર્વક મોરારીબાપુની કથા સાંભળી હતી. ત્યારબાદ તેઓએ સંબોધન આપ્યું હતું. ઋષિ સુનકે પોતાના સંબોધનની શરૂઆત જ જય સીયારામ બોલીને કરી હતી. ત્યારબાદ તેઓએ જણાવ્યું કે હું અહીં વડાપ્રધાન તરીકે નહિ પરંતુ એક હિન્દૂ તરીકે આવ્યો છું. ભારતના સ્વતંત્રતા દિવસ પર કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારીબાપુની કથામાં હાજરી આપવી એક સન્માન અને ખુશીની વાત છે. મારાં જીવનમાં આસ્થાનું વિશેષ મહત્વ છે. મારાં માટે ભવન રામનું જીવન પડકારોનો કેવી રીતે સામનો કરવો તે માટે પ્રેરણાદાયક વ્યક્તિતવ છે.
પોતાના ટેબલ પર ગણેશજીની મૂર્તિ રાખે છે બ્રિટનના વડાપ્રધાન સુનક
કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોરારીબાપુની હાજરીમાં ઋષિ સુનકે જણાવ્યું કે જેવી રીતે મોરારીબાપુની પાછળ હંમેશા હનુમાનજી બિરાજે છે તેવી જ રીતે મારી ઓફિસમાં મારાં ટેબલ પર હંમેશા એક ગોલ્ડન ગણેશજી બિરાજમાન રહે છે. બ્રિટનના વડાપ્રધાન બનવું ખુબ જ મોટુ સન્માન છે. પરંતુ આ કોઈ આસાન કામ નથી. અમારે કઠોર નિર્ણયો લેવા પડે છે. પરંતુ આસ્થા મને સાહસ, શક્તિ પ્રદાન કરે છે.
ઉલ્લેખનીય છે કે UK માં કથા પહેલા મોરારીબાપુએ સવારે આઝાદી કા અમૃત મહોત્સવ સમારોહ નિમિતે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભારતીય સ્વતંત્રતાના પ્રતીક ભારતીય તિરંગો લહેરાવ્યો હતો. તો બીજી બાજુ મોરારીબાપુ અને બ્રિટનના વડાપ્રધાનની ઐતિહાસિક મુલાકાતને લઈને સોશ્યિલ મીડિયામાં લોકો ખુબ જ વખાણ કરી રહ્યા છે. જેમાં યુઝર્સ જણાવી રહ્યા છે કે UK ના PM એ ગર્વથી કહ્યું જય સીયારામ,.. અંગ્રેજોએ 76 વર્ષ પહેલા સપનામાં પણ નહિ વિચાર્યું હોઈ કે આવો પણ એક દિવસ આવશે.