જય હો; લાંબી મઝલ કાંપ્યા બાદ હવે ચંદ્રયાન 3 સોફ્ટ લેન્ડિંગ માટે તૈયાર, વિશ્વની નજર ભારત પર

Amazing Dwarka: ભારત આજે ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. ભારતે ચંદ્રયાન-3 લોન્ચ કરી દીધુ છે હવે થોડા જ સમયમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે. આ ઈતિહાસનું સાક્ષી બનવા માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. લેન્ડિંગ થતાં જ તે 41 દિવસમાં 3.84 લાખ કિમીની સફર કરીને નવો ઇતિહાસ રચશે. લેન્ડર ચાંદ પર લેન્ડ થશે જે બાદ તેના રેમ્પ ખુલશે અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આવશે. આ વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનની તસવીરો લેશે જે બાદ તે આ તસવીરો પૃથ્વી પર મોકલવામાં આવશે.

જો ભારતનું ચંદ્રયાન મિશન-3 સફળ રહ્યું તો ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર પહેલો દેશ બની જશે. ચંદ્રયાન મિશન-3ને 14 જુલાઈના રોજ બપોરે 3.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. જે આજે સાંજે 6.04 વાગ્યે જ્યારે ભારતનું ચંદ્રયાન વિક્રમ લેન્ડરની સાથે ચંદ્રના એ ખૂણે ઉતરશે જ્યાં પહોંચવા માટે અમેરિકા, ચીન અને રશિયા જેવી મહાસત્તાઓએ વલખા માર્યા પણ સફળ નથી થયા.

આ મિશનને સફળ બનાવવા માટે માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ હવન કરવામાં આવી રહ્યો છે અને લોકો આ મિશન સફળ રહે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. વહેલી સવારથી જ હવન શરૂ કરી દેવામાં આવ્યો છે. અને આ હવન ત્યા સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ચંદ્રયાન-3 ચંદ્ર લેન્ડ થશે ત્યાં સુધી આ હવન ચાલુ રહેશે.

આ લેન્ડિંગની લાઇવ ઇવેન્ટ સાંજે 5:20 વાગ્યે શરૂ થઈ જશે. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે. અત્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં છે. જેથી પીએમ મોદી આ કાર્યક્રમને ત્યાંથી વર્ચ્યુઅલી જોડાઈને નિહાળશે.

Leave a Comment