Word’s Shortest Women; દુનિયાની સૌથી નાના કદની મહિલા જ્યોતિ, લોકો મજાક કરતાં પણ હિમ્મત ન હારી

Amazing Dwarka: આ એક એવી વ્યક્તિની કહાની છે જેણે મજબૂરીને પોતાની તાકાત બનાવી છે. તે કુદરતની ખામીઓ પર રડી નથી પણ જીવતા શીખી છે. માત્ર જીવતા જ નહીં પણ દુનિયાને પણ કહ્યું કે જેઓ પ્રયત્ન કરે છે તેઓ ક્યારેય હારતા નથી. જેની પાસે કોઈ વિચાર નથી તે પરાજિત થાય છે. જેમના સપના નથી તે પરાજય પામે છે. તેણે દુનિયાને એ પણ શીખવ્યું કે જરૂરી નથી કે મંઝિલ હાંસલ કરવા માટે દરેકને સમાન તકો મળે, એ મહત્વનું છે કે આપણી અંદર કેટલો જુસ્સો છે. તે મહત્વનું છે કે આપણે કેટલું વિચારીએ છીએ અને પછી આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કેટલી મહેનત કરીએ છીએ.

ઉંમર 30 વર્ષ અને હાઇટ 61.95 સેમી

આપણે વાત કરી રહ્યાં છીએ જ્યોતિ આમગેની. જે દુનિયાની સૌથી ટુંકી મહિલા છે. આ મહિલાને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પણ મળ્યું છે. જ્યોતિ આમગેનો જન્મ 16 ડિસેમ્બર 1993માં થયો હતો. એટલે કે તેની ઉંમર અત્યારે 30 વર્ષની છે. પણ તેની હાઈટ 61.95 સેમી છે. જે વિશ્વની સૌથી ટુંકી ઉંચાઈવાળી મહિલા છે.

આ પહેલા આ રેકોર્ડ અમેરિકાની યુવતીના નામે હતો

વિશ્વની સૌથી નાની મહિલા જ્યોતિ આમગે જે નાગપુરની રહેવાસી છે. 16 ડિસેમ્બર 2011ના રોજ તેણીના 18મા જન્મદિવસે તેણીને આ ખિતાબ મળ્યો હતો. આ પહેલા આ ખિતાબ અમેરિકન છોકરી બ્રિજેટ જોર્ડનના નામે હતો. આ પહેલા જ્યોતિ આમગે 2009માં ટીનેજર તરીકે આ ખિતાબ મેળવી ચૂકી છે. તે સમયે તેણીની ઊંચાઈ 61.95 સેમી હતી, જે વિશ્વની સૌથી નાની છોકરી હતી.

બીમારીથી ક્યારેય નિરાશ થઇ નથી

જ્યોતિ આમગેનો જન્મ 16 ડિસેમ્બર 1993ના રોજ નાગપુરમાં થયો હતો અને તેમને એકોન્ડ્રોપ્લાસિયા નામની બીમારી હતી. પરંતુ તે તેની બીમારીથી ક્યારેય નિરાશ ન થઈ. અને વિશ્વનો મક્કમતાથી સામનો કર્યો. તેઓ કહે છે કે હું ખૂબ જ ખુશ છું કે આજે મને વિશ્વની સૌથી યુવા મહિલાનો ખિતાબ મળ્યો અને વિવિધ દેશોની મુલાકાત લેવાનો મોકો મળ્યો.

અમેરિકાની ફિલ્મમાં પણ કામ કર્યું છે

જ્યોતિનું બોલિવૂડ ફિલ્મોમાં કામ કરવાનું સપનું અને બોલિવૂડની બે ફિલ્મોમાં કામ કરીને આ સોનેરી સપનું પૂરું કર્યું અને બિગ બોસ સિઝન 6માં પણ કામ કર્યું અને જ્યોતિ આમગેએ અમેરિકાના હોરર સ્ટોરી ફ્રીક શોમાં પણ કામ કર્યું છે. એટલે જ્યોતિ અત્યારે દરેક ઘરમાં પ્રખ્યાત છે.

અનેરો આત્મવિશ્વાસ અને જુસ્સો

જ્યોતિ તેની ઊંચાઈથી ક્યારેય નાખુશ નહોતી. જો કે એ વાત સાચી છે કે તે બાળપણમાં જ્યાં પણ જતી ત્યાં લોકો તેને ખૂબ જ ધ્યાનથી જોવા લાગતા હતા. આ બધું હોવા છતાં જ્યોતિ આત્મવિશ્વાસથી ભરેલી છે. આજે પણ તેનામાં આત્મવિશ્વાસ અને જુસ્સો ખુબ જ અનેરો છે.

સામાજિક મુદ્દાઓ વિશે કરે છે માહિતગાર

જ્યોતિ સતત લોકોને સામાજિક મુદ્દાઓ વિશે માહિતગાર કરે છે. વર્ષ 2019માં કોરોના મહામારી દરમિયાન પણ આ જ્યોતિએ નાગાપુર પોલીસ સાથે મળીને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી. આ સાથે જ તે લોકોને અનેક સામાજીક મુદ્દાઓ પર સમજાવે છે.

Leave a Comment