મોગલ ધામ ભીમરાણા ; 18 વરણમાંથી એક પણ વરણ એવું નહિ હોય કે જે માં મોગલ ને જાણતું કે માનતું ના હોય .જ્યાં જુઓ ત્યાં બધે છે મોગલ માંનો પ્રતાપ. મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ અઢારે વરણની આઈ છે તો આવા આઈશ્રી મોગલ માંનો ઈતિહાસ સાડા તેરસો વર્ષ જુનો છે.

મોગલ ધામ ભીમરાણા
મોગલ માંના પિતા એટલે ‘દેવસુર ધાંધણીયા’ અને માતા એટલે ‘રાણબાઈ માં’.કહેવાય છે કે માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા.એટલે બધાને લાગ્યું કે દીકરી મોગલ મૂંગી છે.આમ જ ભીમરાણામાં માં મોટા થવા લાગ્યા. 40 વર્ષની ઉંમરે તેમના લગ્ન નક્કી થયા હતા. માં મોગલની જાન જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરડિયા ગામથી આવી હતી.ધૂમ ઘામથી તેમના લગ્ન થયા. ત્યારે એવો રિવાજ હતો કે દીકરીની સાથે કામ કરવા માટે બીજી કોઈ છોકરીને મોકલતા હતા.આઈ વાંજિને માં મોગલની સેવા કરવા માટે તેમની સાથે મોકલવામાં આવ્યા.જાન જૂનાગઢ જવા માટે નીકળી ગયા. રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલો પૂછ્યા પણ તે બોલ્યા નહિ પછી ચારણ અને આઈ વાંજિ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા.જાન આવતા મોગલમાં ના સસરા પક્ષે તેમના સામૈયાની તૈયારી કરવામાં આવી.
ચારણને થયું કે મેં વાંજિને સાબાશી નથી આપી માટે ચારણ વાંજિની બાજુ માં ગયા અને તેમને કહ્યું કે વાહ વાંજિ તું તો કામની બાઈ લાગે છે.એમ કહીને તેની સાથે તાળી લીધી. ચારણ સમાજમાં રિવાજ છે કે કોઈ પર સ્ત્રીને અડાય નહિ. આ જોતા જ મોગલ આઈ કે જેઓ 40 વર્ષથી બોલતા ન હતા એ બોલી ઉઠ્યા એ ચારણ આ તો આપણી બેન દીકરી કહેવાય એની તાળી ન લેવા.એટલું કહેતા મોગલનું આ મહાકાળીરૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા માંડયા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી. આ સમયે માં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી પરણેતરના કપડા પહેરેલા અને મોગલ ધીમે-ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા. વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીનાં કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે.
વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે ‘તાર તોય મારી તું ને માર તોય મારી તું’ એટલે માંએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીઘી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલ માં સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડી માં, સિકોતેર માં, આઈ વાંજી, વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે.

મોગલ માં ગોરવીયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલ માંના શબ્દો હતા કે, ‘ બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને નવ લાખ લોબળીયાળીને જન્મ માટે ચારણનો જ ખોળો જોઈએ અન્ય કુળમાં આઈ નો અવતરે’. નવ લાખ લોબળીયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે.ચારણો વિશેષ માં મોગલને માને છે.
ઉપરાંત આઈએ જણાવ્યું કે, ધરતીમાં સમાતા સમયે જે પરણેતરનો પોષાક પહેર્યો હતો. આઈ બોલ્યા કે આ પોષાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરીવાર છે તે દર ત્રણ વર્ષે માંને આ પોષાક પહેરાવે એટલા માટે મોગલ માંનો તરવાળો રાતના ૧૨ વાગ્યે પહેરાય છે અને એ વખતે માંનો ભુવો હોય તે છાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માંના આશીર્વાદ છે. આમ છાબને અડવા માં મોગલ આવે અને ત્રણ વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણી ચરજ છે.
ઘનશ્યામગીરી બાપુ એ શરૂઆતથી જ પોતે મોગલમાં માટે આસ્થા અને ભક્તિ ભાવ ધરાવે છે તેઓ જણાવે છે કે ભીમરાણા ખાતે જ સાડા છ લાખની મૂર્તિ તેઓ બનાવવાના છે.જેનો ભક્તો ભીમરાણા આવશે ત્યારે દર્શન કરી લાભ મેળવી શકશે.