બેટ દ્વારકામાં બની રહેલા ઐતિહાસિક બ્રીજનું નામ દ્વારકાધીશ રાખો, જાણો કોણે કરી આવી માગણી

Amazing Dwarka; ઓખાથી બેટદ્વારકા પહોંચવું હવે સહેલુ થવા જઈ રહ્યું છે.. કારણ કે અહિંયા હવે 978 કરોડ રૂપિયાના ખર્ચે સિગ્નેચર બ્રીજનું નવ નિર્માણ હવે પૂર્ણતાના આરે છે પણ ઓખાથી બેટદ્વારકા વચ્ચે બનેલા આ બ્રીજનું નામ સિગ્નેચર બ્રીજ રાખવામાં આવ્યું છે પણ હવે આ બ્રીજનું નામ સિગ્નેચર બ્રીજ નહીં પણ શ્રી દ્વારકાધીશ બ્રીજ રાખવા માટે ભક્તો વિનંતી કરી રહ્યાં છે.

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર થકી 12000ની વસ્તી ધરાવતું બેટ દ્વારકા ગામનો ખૂબ જ વિકાસ થઈ રહ્યો છે. હાલમાં નવનિર્મિત સુંદર બ્રીજ તેની જીવતી જાગતી નિશાની છે. બેટ દ્વારકામાં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. જે ભગવાન દ્વારકાધીશની કૃપાથી અહીં યાત્રિકો પવિત્ર મન લઈ લઈને પોતાના પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. તો આ બ્રિજનું નામ સિગ્નેચર રાખીએ કરોડો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચતી હોવાનું ગામના લોકોનું કહેવુ છે. જેથી ગામના લોકોની માંગ છે કે આ બ્રીજનું નામ બદલીને તેનું નામ શ્રી દ્વારકાધીશ બ્રીજ રાખવામાં આવે.

978 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો સિગ્નેચર બ્રીજનું કામ હવે પૂર્ણતાના આરે છે. આ બ્રીજનું કામ માર્ચ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. અને હવે આ પ્રોજેક્ટ લગભગ ઓક્ટોબર 2023ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. જે બાદ પીએમ મોદી દ્વારા આ બ્રીજનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

આ બ્રીજની વિશેષતા શું છે ?

બ્રીજની લંબાઈ 2320 મીટરની છે.. ઓખા અને બેટ દ્વારકા બન્ને બાજુથી 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવશે. અહિંયા વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવામાં આવશે. જેથી મુસાફરોને અગવડ ન પડે. બ્રીજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુ ગેલેરી બનાવવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ બ્રીજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટીવ અને રંગબેરંગી લાયટીંગની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી રાત્રિના સમયે આ બ્રીજ ઝળહળી ઉઠશે.

Leave a Comment