વડાપ્રધાન અને મુખ્યમંત્રીના બહેનોની મુલાકાત, એકબીજાને ભેટી પડ્યા, સોશિયલ મીડિયામાં લોકોએ કર્યા ભારોભાર વખાણ

Amazing Dwarka; વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બહેનની મુલાકાતનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં બંને બહેનો ખુબ જ ખુશીની સાથે એક બીજા સાથે મુલાકાત કરતાં નજરે પડ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહેન વસંતીબેન નીલકંઠ ધામની તીર્થયાત્રા પર આવ્યા હતા. આ દરમિયાન તેમને જાણકારી મળી કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બહેન શશી દેવીની દુકાન નજીકમાં જ છે. કોઠારીના એક મંદિર પાસે બંને બહેનોની મુલાકાત થઇ હતી. બંને એકબીજાને ભેટી પડ્યા હતા.આ દરમિયાન તેમનો કોઇએ વીડિયો પણ બનાવ્યો હતો. સોશિયલ મીડિયા પર જેવો આ વીડિયો અપલોડ થયો કે તુરંત વાયરલ થવા લાગ્યો હતો. લોકો બંને મોટા મોટા નેતાની બહેનોની સાદગીથી પ્રભાવિત થઇ ગયા અને વખાણ કરવા લાગ્યા હતા.

તીર્થ યાત્રા પર ગયા છે મોદીના બહેન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહેન વસંતીબેન ધાર્મિક યાત્રા પર દેવનગરી ઋષિકેશ પહોંચ્યા હતા. આ યાત્રા દરમિાયન તેઓ દયાનંદ આશ્રમમાં રોકાયા હતા. તેમની સાથે તેમના પતિ હંસમુખ અને કેટલાક અન્ય સંબંધીઓ પણ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેન અને તેનો પરિવાર નીલકંઠ મહાદેવ મંદિર અને ભુવનેશ્વરી મંદિર દર્શન-પુજન કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બહેન શશી દેવી સીથે તેની દુકાન પર જ મુલાકાત કરી હતી.

સોશિયલ મીડિયા પર બંને બહેનોના વખાણ

ભાજપ નેતા અજય નંદાએ ટ્વીટ કરી આ મુલાકાતનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોની સાથે તેઓએ બંને બહેનોની સાદગી, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના દર્શન થતાં હોવાની વાત કરી. તેઓએ લખ્યું કે રાજનીતિને બાજુ પર રાખી તેમના સંબંધોને જોવાનું સુખદ છે અને આપણે ભારતના મુલ્યોનું પ્રતિનિધિત્વ કરનારા આ બંને ઉલ્લેખનીય વ્યક્તિઓ પર ગર્વ છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મૂળ ઉત્તરાખંડના છે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બહેન શશી દેવી મા ભુવનેશ્વરી પ્રસાદ ભંડાર નામની એક દુકાન ચલાવે છે. આ દુકાન પર પુજા સામગ્રી મળે છે. તેમના પતિ જય શ્રી ગુરુ ગોરક્ષનાથ જી નામથી એક નાની ચાની દુકાન ચલાવે છે. વડાપ્રધાન મોદી અને સીએમ યોગી આદિત્યનાથ બંનેના પરિવાર ચર્ચામાં રહે છે. ઉલ્લેખનીય છે કે યોગી ઉત્તરાખંડના રહેવાસી છે અને તેમનો પરિવાર આજે પણ પૈડી જિલ્લાના પંચુર ગામમાં રહે છે.

Leave a Comment