RATH YATRA LIVE: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા લાઈવ, રથયાત્રાને સંબંધિત તમામ અપડેટ્સ

RATH YATRA LIVE 2023: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને સંબંધિત તમામ અપડેટ્સ, રિયલ ટાઇમ માહિતી, દિવસભરના મહત્વના સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ જાણવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

ભગવાનને જોઇને મેઘરાજા પણ થયા રાજી

અમદાવાદના રસ્તાઓ પર ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજા પણ રાજીના રેડ થઇ ગયા છે અને અમી છાંટણા કરી ભગવાનને વધાવ્યા છે.

નગરચર્યાએ નીકળ્યા જગન્નાથજી

ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે, જો કે બે કલાકથી ભગવાનનો રથ હજુ મંદિરે જ છે. ભગવાનના દર્શન કરવા લોકો કતારબદ્ધ અગાસી કે ઘરની બહાર બેસી ગયા છે. તો રથયાત્રામાં વિવિધ અખાડા અને ટ્રકો આવી રહ્યા છે.ટ્રકો બાદ અખાડા અને ભજન મંડળી નીકળશે અને ત્યારબાદ રથ મંદિરની બહારથી આગળ વધશે.અમદાવાદના જમાલપુરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.

અષાઢી બીજના દિવસે સમગ્ર ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. પુરીની રથયાત્રા બાદ બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. રથયાત્રાના માર્ગ પર લોકો ભગવાનને વધવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

અમદાવાદમાં રથયાત્રાના રૂટ વિશે મહત્ત્વની માહિતી

અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ 146 વર્ષ પહેલા થયો હતો. સૌપ્રથમ ભગવાનની રથયાત્રા બળદગાડામાં નિકળતી હતી. તેમજ જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ રથયાત્રા શરૂ કરાવી હતી. જેમાં વર્ષ 1878માં અષાઢી બીજના દિવસે પ્રથમ વખત રથયાત્રા નિકળી હતી.

રથયાત્રાનો રૂટ:

  • સવારે 7 વાગે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે
  • 9 વાગે AMC ઓફિસ પાસે પહોંચશે
  • 9.45 વાગે રાયપુર ચકલા
  • 10.30 વાગે ખાડીયા ચાર રસ્તા
  • 11.15 કાલુપુર સર્કલ
  • 12 વાગે સરસપુર
  • 1.30 સરસપુરથી પરત
  • 2 કાલુપુર સર્કલ
  • 2.30 પ્રેમ દરવાજા
  • 3.15 દિલ્હી ચકલા
  • 3.45 શાહપુર દરવાજા
  • 4.30 આર.સી.હાઇસ્કુલ
  • 5 વાગે ઘી કાંટા
  • 5.45 વાગે પાનકોર નાકા
  • 6.30 માણેકચોક
  • 8.30 વાગે નિજ મંદિર પરત

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા લાઈવ

રથયાત્રા શુભારંભની પહિન્દ વિધિ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ના શુભ હસ્તે રથ ખેંચી શુભારંભ કરવામાં આવશે. શ્રી જગન્નાથજી મંદિરના પ્રાંગણમાંથી સવારે 7.05 કલાકે રથયાત્રા નીકળશે અને પરંપરા મુજબ નગર પરિક્રમા કરી સાંજે 8.30 કલાકે નિજ મંદિર પરત આવશે.

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા, PM અને CM એ જાળવી રાખી પરંપરા

”અષાઢી બીજના અંબર ગાજે” ભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી ભગવાન જગન્નાથ જીની 146મી રથયાત્રા અમદાવાદના રસ્તા પર નીકળવા માટે તૈયાર છે. પરંપરા પ્રમાણે ગુજરાતના મુખ્યમંત્રીએ રથયાત્રાની આગલી રાત્રે ભગવાનની આરતી ઉતારી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસાદ મોકલ્યો છે. જમાલપૂર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. સાથે જ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પણ વિશેષ આરતી ઉતારી હતી. તો ભાજપ સહીત કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાના અધિકારીઓએ ખુબ જ તૈયારીઓ કરી છે. જેમાં રથયાત્રાના રસ્તા પર ટ્રાફિક ન સર્જાય તે માટે કેટલાક રસ્તાઓ બંધ કર્યા છે, તો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તો પોલીસ વિભાગે મોટી સંખ્યામાં બંદોબસ્ત ગોઠવ્યો છે. આ વખતની રથયાત્રામાં બેગ લઈને જવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તો પહેલીવાર રથયાત્રા પર એકમાત્ર ગુજરાત પોલીસ પાસે રહેલા ટેધર્ડ ડ્રોન વડે ચાપતી નજર રાખવામાં આવશે. આ ડ્રોનની મદદથી 3 કિમી સુધી નિરીક્ષણ કરી શકાય તેવી ક્ષમતા ધરાવે છે. સાથે જ ચેતક કમાન્ડોની એક ટુકડી પણ રથયાત્રાના બંદોબસ્તમાં સામેલ છે.

અમદાવાદની રથયાત્રામાં ટીથર ડ્રોન અને એન્ટી ડ્રોનનો પ્રથમવાર ઉપયોગ થશે

અમદાવાદીઓ જેની આતૂરતાથી રાહ જોઈ રહયા હોય છે તેવી ભગવાન જગન્નાથની 146 રથયાત્રાનો પાવન અવસર આવી ગયો છે. ભગવાન અને ભક્તના મિલનના આ અદભૂત પ્રસંગમાં કોઇ કચાશ ન રહી જાય તે માટે તંત્ર સજ્જ બન્યુ છે. ત્યારે ગુજરાત પોલીસ પણ રથયાત્રાને અભેધ સુરક્ષા આપવા તૈયાર છે. ગુજરાત પોલીસ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ બની છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડ્રોન ટેક્નિકલ ટીમ સાથે રહીને એન્ટી ગન ડ્રોનનો ઉપયોગ કરશે. રથયાત્રા રૂટ પર ગુજરાત પોલીસ સિવાયના કોઇ પણ ડ્રોન ઉડશે તો તેને એન્ટી ગન ડ્રોનના ઉપયોગથી નીચે પાડી કબજે કરી લેવાશે.

PM મોદીએ ભગવાન જગન્નાથ માટે મોકલાવ્યો વિશેષ પ્રસાદ

આવતીકાલે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળશે ત્યારે તેના પહેલાં તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલાવ્યો છે. જેમાં PM મોદીએ પરંપરા જાળવી રાખી છે.

PM મોદીએ ભગવાન જગન્નાથ માટે મોકલાવ્યો વિશેષ પ્રસાદ

વડાપ્રધાન મોદીએ દિલ્હીથી રથયાત્રા નિમિત્તે પ્રસાદ મોકલાવાની પ્રથા જાળવી રાખી છે. જેમાં વડાપ્રધાન મોદીએ 6 ટોકરીઓ ભરી પ્રસાદ મોકલાવ્યો છે. જેમાં જાંબુ, મગ, કેરી, કાકડીનો પ્રસાદ મોકલાવ્યો છે.

Leave a Comment