અનેક રહસ્યોથી ભરપૂર 570 વર્ષ જુનું અતિ પૌરાણિક તુંગેશ્વર મહાદેવ મંદિર; દર વર્ષે શિવલિંગ કેમ હલનચલન કરે છે?
વિવિધતા અને પૌરાણિક મંદિરો જેની ઓળખ છે એવા હાલાર પ્રદેશની વાત જ નીરાળી છે. અહીં કુદરતે ખોબલે ને ખોબલે સુંદરતા ભેટ આપી છે. એક તરફ ઘુઘવતો દરિયાકાંઠો કુદરતના રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવે છે, તો બીજી બાજુ ડુંગરોની હારમાળામાં પ્રકૃતિના રમણીય શાંત, સુંદરતાના દર્શન કરાવે છે.