હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું-‘હીરાસર એરપોર્ટ એટલે વિકાસને ઉર્જા આપતું પાવર હાઉસ’
આ તકે વડાપ્રધાન મોદીએ કહ્યું કે હીરાસર એરપોર્ટને કારણે સૌરાષ્ટ્રને વિકાસને નવી ઉર્જા આપનાર પાવર હાઉસ મળ્યું છે. હીરાસર એરપોર્ટનું નામ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટથી અંદાજે 5 હજારથી વધુ નાના-મોટા ઉદ્યોગોને વેગ મળશે.