Amazing Dwarka : ખરેખર માનવતાને શરમાવે તેવી ઘટના ભાણવડના જામપર ગામની સિમમાંથી સામે આવી છે. અહિંયા માતાજીના મંદિર પાસેથી તાજું જન્મેલ બાળક ત્સજી દેવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આં બાળક એવી સ્થિતિમાં મળ્યું કે જોનારા પર ચોંકી ગયા હતા. વાડી વિસ્તારમાં સુમસામ ઝાડી ઝાખરામાંથી આં બાળક મળી આવ્યું છે. જાણ થતા જ આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક આં બાળકની પ્રાથમિક સારવાર હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસ વિભાગે પણ વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્યાંથી મળ્યું હતું ફૂલ જેવું માસુમ તાજું જન્મેલ બાળક ?
મળતી માહિતી અનુસાર ભાણવડ તાલુકાના જામપર ગામે માનવતાને લજાવતો કિસ્સો સામે આવ્યો છે… ગામની સીમમાં આવેલા કમિયાય માતાજીના મંદિર પાસેથી તાજુ જન્મેલુ બાળક મળી આવતા ચકચાર મચી ગઈ છે.. જો કે બાળકને જામપર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું, ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે 108 ની મદદથી ખંભાળિયા ખાસેડવામાં આવ્યું હતું. જ્યાં આ બાળકની સારવાર ચાલી રહી છે.

તાજું જન્મેલ બાળક ત્યજી દેવાની ઘટનાથી પંથકમાં ચકચાર
આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.. અને આ બાળકના માતા-પિતા કોણ છે તે જાણવા માટે સુત્રો ગતિમાન કર્યાં છે.. ઉલ્લેખનિય છે કે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં છેલ્લા એક વર્ષમાં પાંચથી છ ત્યજી દેવાયેલા બાળકો મળી આવ્યા હતા. આ બધા વચ્ચે આવી ધટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.
તાજું જન્મેલ બાળક ત્યજી દેવાની ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી
સવાલ એ થાય છે કે આ બાળકના માતા-પિતાની એવી તો શું મજબુરી હશે કે તેને ગામની સીમમાં આવેલા માતાજીના મંદિર પાસે જન્મેલા બાળકને ત્યજીદેવુ પડ્યું..? કેમ જન્મ આપ્યા બાદ એક માતા કુમાતા બની ગઈ અને તેને તેના બાળકને આ રીતે ત્યજી દેવુ પડ્યું? હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
Watch Video : https://www.instagram.com/reel/Cwr7xt4Mo_r/?igshid=MWZjMTM2ODFkZg==, https://fb.watch/mOYyzHfP8n/?mibextid=Nif5oz
આ પણ જુઓ
સાળંગપુર વિવાદ કેમ વકર્યો ? ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર કોણ છે ?
Aditya-L1 સૂર્યથી 14.85 કરોડ કિમીના દુર L1 પરથી કરશે સંશોધન, જાણો L1 પોઈન્ટ શું છે?