Salangpur Vivad: હાલમાં સાળંગપુર મંદિરનો વિવાદ સમગ્ર રાજ્યમાં ખુબ ચર્ચામાં છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફૂટ મૂર્તિ નીચે જે હનુમાનજીની તકતી બનાવવામાં આવી છે અને તે ચિત્રો છે તેના કારણે અત્યારે મોટો વિવાદ ઉભો થયો છે. જેના કારણે સાધુ-સંતોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે અને આ ચિત્રો હટાવવા માટે માંગણી કરી રહ્યાં છે. જો આ ચિત્રો હટાવવામાં નહીં આવે તો મોટો વિવાદ પણ થઈ શકે છે. તો સમગ્ર મામલે મોરારી બાપુ, દેવાયત ખવડ, ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતોએ રોષ ઠાલવ્યો છે અને આ હનુમાનજીનું જ નહીં પરંતુ સમગ્ર સનાતન ધર્મનું અપમાન હોવાનું જણાવ્યું છે.
Salangpur Vivad; શું છે ભીંત ચિંત્રોમાં ?
હનુમાનજીની મૂર્તિ નીચે તે ચિત્રો દોરવામાં આવ્યા છે. તેમાં એક ચિત્રમાં ભગવાન સ્વામિનારાયણ ઉભા છે. અને બીજા ચિત્રમાં હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવુ દેખાડવામાં આવ્યું છે. એટલે કે ભીંત ચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યાં છે. જેનો ઉલ્લેખ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે. અને લોકો તેનો વિરોધ પણ કરી રહ્યાં છે.
Salangpur Vivad; સાધુ સંતોએ વિરોધ વ્યક્ત કર્યો!
ત્યારે સાધુ સંતો અને વિરોધીઓનું કહેવુ છે કે આ ચિત્રોને હટાવવામાં આવે. આ મામલે મોરારી બાપુ,એ પણ રોષ ઠાલવ્યો હતો. જે બાદ જુનાગઢના ઈન્દ્રભારતીબાપુ, ભારતી આશ્રમના 1008 મહામંડલેશ્વર હરિહરાનંદ મહારાજ અને કચ્છના કબરાઉ ઉ મોગલધામના મણિધર બાપુએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
Salangpur Vivad; મોરારી બાપુએ પણ રોષ વ્યક્ત કર્યો
તો બીજી બાજુ સાળંગપુરમાં હનુમાનજીને સ્વામિનારાયણ સંત સમક્ષ નમસ્કાર કરતાં દેખાડવા બાબતે મોરારી બાપુએ પણ નારાજગી વ્યક્ત કરી છે. મોરારી બાપુએ જણાવ્યું કે આ બાબતે સમાજને જાગૃત થવાની જરૂર છે. અન્ય સનાતન ધર્મના લોકોએ મૌન તોડી બોલવું જોઇએ.

Salangpur Vivad; ઇન્દ્રભારતી બાપુએ શું કહ્યું ?
Salangpur Vivad મુદ્દે સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મામલે સાધુ સંતોમાં રોષની લાગણી, ઇન્દ્રભારતી બાપુએ નિવેદન આપી રોષ વ્યક્ત કર્યો. ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે અમે સમસ્ત સનાતન ધર્મની સાથે છીએ. હનુમાનજીને નીચે દેખાડીને દેવી-દેવતાઓનું હળાહળ અપમાન કર્યું. આ ક્યારેય સહન કરવામાં નહિ આવે. સ્વામિનારાયણ સંતો ભૂલ કરી માફી માંગી લેવી ક્યાં સુધી ચલાવવું.
Salangpur Vivad; દેવાયત ખવડે શું કહ્યું ?
આ મામલે જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે પણ ઉગ્ર શબ્દોમાં સાળંગપુર વિવાદને વખોડ્યો હતો. તેઓએ જણાવ્યું કે સ્વામીનારાયણ પંથ પછી આવ્યો છે. પહેલા હનુમાનજી પુજાતા હતા. આ પ્રકારના ચિત્રથી ભારે રોષની લાગણી ફેલાઇ છે.
Salangpur Vivad; વિવાદને લઈને રાજભા ગઢવીએ એ તો કડક શબ્દોના નિંદા કરી.
Salangpur Vivad મુદ્દે લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે હવે ચિત્ત ચિત્રો હટાવવાનો સમય આવી ગયો છે, માત્ર ભીંત ચિત્રો હટાવવાથી કઈ નહિ થાય. હનુમાનજી શિવનું જ એક સ્વરૂપ છે.
કબરાઉ મોગલધામના બાપુ ગુસ્સામાં લાલચોળ થયાં
Salangpur Vivad વધુ વકર્યો. કબરાઉ ખાતે મોગલધામના બાપુએ સમગ્ર મામલે રોષ વ્યક્ત કર્યો. તેઓએ કહ્યું કે મારો આત્મા બળે છે, તમારો આહાર ખરાબ છે, એટલે વિચાર ખરાબ છે. વધુમાં બાપુએ સ્વામિનારાયણ સંતોને કહ્યું કે તમારી ઔકાત શું છે, તમે હનુમાનજીનું જ નહિ પરંતુ સમગ્ર રાષ્ટ્રનું અપમાન કર્યું છે.; સાળંગપુર વિવાદ મુદ્દે કહ્યું- માફી માંગી લેજો નહીતો તમારી ખેર નથી.

સાળંગપુરમાં બેઠકોનો ધમધમાટ
ત્યારે હવે આ મામલો વધુ ગરમાયો છે. રાજ્યભરના સાધુ સંતોની એક જ માંગ છે કે આ ચિત્રો ત્યાંથી હટાવવામાં આવે અને માફી માંગવામાં આવે. જે માટે સાળંગપુર હનુમાન મંદિરમાં સંતોની મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મીટીંગ બાદ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવી શકે છે.
રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પણ આપશે આવેદન
ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું છે કે, વડોદરાથી આંદોલન શરૂ થશે, આવતીકાલે કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરવામાં આવશે. જે બાદ તમામ કલેક્ટરો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવામાં આવશે.
હાઇકોર્ટમાં પણ પિટિશન કરવામાં આવશેઃ જ્યોતિર્નાથ મહારાજ
તેઓએ કહ્યું છે કે, તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સંતો અને ભક્તો સાળંગપુર કૂચ કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદાસ્પદ 175 પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. આ મામલે હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદે વ્યક્ત કરી નારાજગી
આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, અભણ માણસોને ભેગા રાખવા તો સહેલા છે, જ્ઞાની માણસોને સાથે રાખવા ખૂબ અઘરા છે. અશોક રાવલે કહ્યું કે આ પર એટલું જ કહેવું છે કે ભગવાન શ્રીરામ ત્રેતા યુગમાં થયા અને હનુમાનજી પણ ત્રેતા યુગમાં હતા, પરંતુ સ્વામિનારાયણ ભગવાનનો 250-300 વર્ષનો આ સમયગાળો છે. કેટલો મોટો ડિફરન્સ છે, એટલે હનુમાનજી એ ઘડીએ અને અત્યારે ન હોઈ શકે.
તેઓએ કહ્યું કે, મેં હમણા જ આ મામલે સંતો સાથે થોડી ચર્ચા કરી છે અને આજે હું સંતોને મળવા પણ જવાનો છું. મેં જ્યારે સંતોને આ વિશે પૂછ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અમારો એવો કોઈ ભાવ નથી, કદાચ કોઈના મનમાં દુઃખ થયું હોય તો અમે દિલગીરી વ્યક્ત કરીશું.
Watch More Video : https://www.youtube.com/channel/UCy7B9CRgX4t7nka1jyEfbCQ
આ પણ જુઓ !
જ્ઞાન સહાયક ભરતી | https://www.amazingdwarka.com/gyan-sahayak-bharti-2023-apply-online/ |
PM Yashshavi Yojna | https://www.amazingdwarka.com/pm-yashasvi-yojana/ |
1 thought on “Salangpur Vivad | સાળંગપુરમાં શું છે વિવાદ? શું છે ભીંત ચિંત્રોમાં? સાધુ-સંતો કેમ છે નારાજ ?”